ગુજરાત પોલીસ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે સતત સક્રિય છે. ત્યારે ગાંધીધામ પોલીસે 800 કરોડનું 80 કિલોગ્રામ કોકેઇન ઝડપી પાડ્યું છે.LCBને હકીકત મળેલ કે મીઠીરોહ૨ દરિયા કિનારે અમુક ઇસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે આધારે પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 80 કિલોગ્રામ ડ્રગ્સના પેકેટો કબજે લીધાં હતાં.