મહારાષ્ટ્રના વાશીમ જિલ્લાના સરસી ખાતે ભેંસે અઢી તોળાની ચેન ગળી ગઈ હતી. એઠવાડ ભેંસને ચારા તરીકે ખવડાવવા થાળીમાં કાઢ્યો હતો. દરમિયાન અઢી તોલાની સોનાની ચેન પણ અજાણતામાં એ જ થાળીમાં રહી ગઈ હતી. જાનવરની હોસ્પિટલમાં મેટલ ડિટેક્શનની મદદથી ભેંસના પેટમાં રહેલી સોનાની ચેન શોધી કાઢી હતી.ત્યાર બાદ ભેંસનું ઓપરેશન કરીને તેના પેટમાં રહેલી બે તોલાની સોનાની ચેન બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ ભેંસની તબિયત સારી છે.