અમદાવાદમાં શહેરમાં હવે ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી, જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે