અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપની મેચ રમાવા જઈ રહી છે. ત્યારે ગુજરાત અને અમદાવાદમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર એક્ટિવ બની છે. ત્યારે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા થઇ હતી