આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, કેજરીવાલના ચહેરા પર તણાવ જોઈ શકાય છે. કેજરીવાલના ડેપ્યુટી સીએમ જેલમાં છે, સ્વાસ્થ્ય મંત્રી જેલ હવાલે છે. 'કિંગપિન' હજુ પણ બહાર છે. તેમનો નંબર પણ આવશે. તપાસ ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલે જે લોકોને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું હતું તે તમામ લોકો એક વર્ષથી જેલ ભેગા છે.