કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના પોસ્ટરને ખોટી રીતે ચીતર્યા હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યો હતો. જો કે, દેખાવો યોજવાની પોલીસ પરવાનગી ન હોવાથી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.