નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે . જેમાં નવ દિવસ દરમિયાન રાત્રીના ૧૨ કલાક સુધી ગરબા ગાવાની મંજૂરી છે. હોસ્પિટલ નજીકના ગરબા સ્થળે સાઉન્ડ સિસ્ટમને કંટ્રોલ રાખવી પડશે. શેરી ગરબા અને સોસાયટીના ગરબા સ્થળે ટ્રાફિક અંગે ધ્યાન રખાશે.જાહેર સ્થળો પર ખાણીપીણી ના સ્થળે ભીડ ના થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સ્પેશિયલ બ્રાન્ચ JCP અજયકુમાર ચૌધરીએ વિગતવાર માહિતી પુરી પાડી છે.