આજે વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ડઝનેક રોકેટ છોડી ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર 5000થી વધુ રોકેટ છોડી હુમલો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ'ની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયેલની વાયુસેનાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર પ્લેન વડે ગાઝા પટ્ટીમાં અનેક સ્થળો પર હુમલો કર્યો છે.