વડોદરા મહાનગરપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું દોઢ વર્ષ બાદ મૂહુર્ત આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની 512 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે 1 લાખથી વધારે ઉમેદવારો હાજર રહેશે. જેને લઈ તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ પરીક્ષામાં 200 માર્કનું પેપર હશે અને નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શાંતિપૂર્ણ પરિક્ષા લેવાઈ જાય તેવું આયોજન કરાયું છે. સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.