આજ રોજ ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. એરફોર્સની 91મી વર્ષગાંઠ પર વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી દ્વારા નવા વાયુસેના ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા.