વાહન હંકારવા બાબતે અનેક સમજણ આપવા છતાં કેટલાક ખાનદાની નબીરા અકસ્માતને નોતરું આપતા હોય છે. જેના કારણે નિર્દોષ વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બનતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરત શહેરના રીંગરોડ બ્રિજ ઉપર ઓવર સ્પીડમાં બાઈક હંકારી ટર્ન લેવા જતા બાઈક સવાર ધડાકાભેર બ્રિજની રેલિંગ સાથે ભટકાયો હતો. સદનસીબે બ્રિજ નીચે પટકાતા તેનો બચાવ થયો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.