ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ માયીની બેન્ચ દ્વારા આજે બે જાહેર હિતની અરજી બરતરફ કરી દેવાઈ છે. વકીલો દ્વારા જાહેર હિતની અરજીમાં અરજદારના કામ અને અસરગ્રસ્તોની પૂરતી માહિતી ન હોવાથી અરજી કોર્ટ દ્વારા બરતરફ કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જાહેર હિતની અરજી કરનારા અરજદારોને અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે, જાહેર હિતની અરજી કેસ્યુઅલ રીતે ન કરો. પૂરતા પ્રમાણ અને કામગીરીના કાગળીયા તેમજ સોગંદનામા સાથે આવો