વર્લ્ડકપ 2023ની હાઈ વોલ્ટેજ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી. આજે ભારતીય ક્રિકેટ ટીમ બપોરે 1 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ડેન્ગ્યુની બીમારીના કારણે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રમી શક્યો નહોતો. પરંતુ ચેન્નઈની હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવ્યા બાદ ગત રાત્રિના અમદાવાદ ખાતે સૌથી પહેલા આવી પહોંચ્યો હતો