આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી નવી 82 એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કર્યુ છે. આ પૈકી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો છે જયારે નવી ૩૨ એમ્બ્યુલન્સો જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે ઉપયોગમાં લેવાશે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજયનાં નાગરિકોને સતત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે