ઈઝરાયલી સેના અને પડોશના ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ આતંકવાદીઓ વચ્ચે હાલ ચાલી રહેલા યુદ્ધને કારણે ઈઝરાયલ, વેસ્ટ બેન્ક (ગાઝા)માં ફસાઈ ગયેલાં ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પાછાં લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ આદર્યું છે. તે અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા 212 ભારતીય નાગરિકોનું પહેલું જૂથ આજે સવારે દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું.