સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ બનાવવાના અભરખામાં યુવાનો આડેધડ ગુનાહિત કાર્ય કરતા ખચકાતા નથી. ગંગાધરા ખાતે રહેતા યુવાનની બર્થ પર રાત્રી દરમિયાન કારની બોનેટ પર કેક મૂકી લાઈટર ગનમાં આગ નીકળતો ભયજનક વીડિયો વાઇરલ થતા પોલીસે ગુનો નોંધાયો હતો. પલસાણા તાલુકામાં કારની બોનેટ પર કેક મૂકી લાઈટગનથી કેક કાપનાર બર્થ ડે બોય સહિતના યુવકો પર ગુનો નોંધાયો છે. જયારે બર્થડે બોયને વોન્ટેડ જાહેર કર્યો હતો. જાહેરમાં કારની બોનેટ પર કેક મૂકી લાઈટર ગન વડે આગ લગાડી ચપ્પુ વડે કેક કાપી લોકોનું જીવન જોખમાય એ રીતના કાર્યબદલ વીડિયો વાઇરલ થયો હતો.