અમદાવાદ શહેરના જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં પરિણીતાના મોત અંગે પરિજનોએ જમાઈ સામે આક્ષેપો કર્યા છે. પાંચ મહિના અગાઉ લવ મેરેજ બાદ પરણિતા રૂહીન પઠાણને પતિ સાહીલ પઠાણ ટોર્ચર કરી માર મારતો હોય તેના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી . યુવક યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં પિયરમાં મૂકી ગયા બાદ તેનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીએ અંતિમક્ષણોમાં પતિની હેવાનિયત પરિવાર સમક્ષ વર્ણવી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે.