આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો છે. ક્રિકેટરસિકો સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિકોના ટોળેટળા ઉમટી પડ્યા છે. ‘ઈન્ડિયા... ઇન્ડિયા...’ના નારા લગાલી લોકો ભારતની ટીમને સપોર્ટ કરી રહ્યા છે. 10 વાગ્યાથી લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો અત્યારે સૌથી વધારે પ્રવેશ મેળવી રહ્યા છે.