માં અંબાની ભક્તિના સૌથી મોટા પર્વ નવરાત્રીની પુર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૬ મું અંગદાન થયું છે. ખોરજના ૧૭ વર્ષના યુવક પૃથ્વીરાજસિંહ રાઠોડને માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા કાઉન્સેલર્સ દ્વારા પૃથ્વીરાજસિંહના પિતા ને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી હતી