ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો.