મહારાષ્ટ્રના ચિપલૂનમાં મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવે પ્રોજેક્ટનો નિર્માણાધીશ ફ્લાઈઓવર ધરાશાઈ થયો છે, જેનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલા ફ્લાઈ ઓવરનો એક ભાગ ધરાશાઈ થયો, ત્યારબાદ હાઈવેનો એક બ્લોક સંપૂર્ણ તૂટીને ધડામ કરી નીચે પડ્યો હતો .જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી. કોંકણ વિસ્તારમાં સૌથી મોટા ફ્લાઈઓવર ધરાશાઈ થતા એક ક્રેન મશીનને નુકસાન થયું છે.