ઈન્દોરમાં ઝોમેટોડિલિવરી ગર્લનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈન્દોરના વિજય નગર વિસ્તારનો છે. ઝોમેટો ડિલિવરી ગર્લ અહીં સુપર બાઇક પર જઈ રહી છે. ડિલિવરી ગર્લ એકદમ સ્ટાઇલિશ છે. ઈન્દોરમાં સ્પોર્ટ બાઇક પર સવાર આ ગર્લ જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝોમેટોએ આ ડિલિવરી ગર્લને કેમ્પેન માટે સામેલ કરી છે.