અમદાવાદ શહેરમાં પાલિકા દબાણ મામલે માલેતુજારોના ઈશારે કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ થયા છે. સીટીએમ,એક્સપ્રેસ હાઇવે સામે આવેલ પાથરણા બજાર ખાતે દબાણ અંગે વેપારીઓએ સ્થાનિક અગ્રણી તથા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ ને સાથે રાખી રામધૂન સાથે પદયાત્રા યોજી ભારતીય જનતા પાર્ટી અમદાવાદના પ્રભારી ધર્મેન્દ્ર શાહને રજૂઆત કરી હતી.