દોઢ થી બે મહિના પહેલા ટામેટાના ભાવ આસમાને આંબતા હતા, આવા સમયે સારા ભાવ મળશે એવી આશાએ ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ. હવે ટામેટાના ભાવ સામાન્ય માણસને પરવડે તેવા થઈ ગયા છે પરંતુ ખેડૂતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. જે ખેડૂતને ગત સિઝનમાં ટામેટાના મણના 200 થી 300 રૂપિયા મળતા હતા તે જ ખેડૂતને હવે ટામેટાના મણનો ભાવ 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા સુધી જ મળે છે. એટલે પ્રતિ કિલોના હિસાબે જોઈએ તો સામાન્ય માણસ જે ટામેટા 20 રૂપિયા પ્રતિ કિલોએ ખરીદે તેના ખેડૂતને માત્ર 2 રૂપિયા જ મળે છે