બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચમનપુરા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વાજીત્ર વગરના ગરબા વડીલો દ્વારા કરવામાં આવ્યા છે. વડીલો ગરબે ઝુમી ગરબાની શરૂઆત કરે છે જોકે આવા વાજીત્ર વગરના ગરબાની વર્ષો જૂની પરંપરા વડીલો સહિત ગામના યુવાઓ પણ સાચવી રાખી છે.