વડોદરા મહાનગર પાલિકાની મળેલી સભામાં વૉર્ડ નં.૧૦ના કોર્પોરેટર અને ધારાસભ્ય કેયૂર રોકડિયાએ ઈજારદાર સુજલ એડવર્ટાઈઝમેન્ટને આડે હાથ લઈ આશરે અઢી કરોડની બાકી વસુલાત કરવાની સાથે કાર્યવાહી કરવામાં આવે, તેવી રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સુજલ એડવર્ટાઈઝના ઈજારદારે પોતે સ્વીકાર્યું હતું કે, મારા અઢી કરોડ રૂપિયા બાકી છે અને બીજા ૧૦ કરોડ માટે આર્બીટેશન (કાનૂની પ્રક્રિયા. ) ચાલે છે. આ ઈજારદાર પાસેથી બાકીની રકમ લાંબા સમયથી વસુલવાની બાકી છે. જેની અવાર નવાર હુએ રજૂઆત કરી છે.