સુરત શહેરમાં નવરાત્રી આઠમ નિમિતે માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પડ્યું છે. અંબિકા નિકેતન મંદિરે ભક્તો દ્વારા માતાજીને 56 ભોગ ધરાવવામાં આવ્યા છે. નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાની વિવિધ સ્વરૂપે પૂજા થાય છે ત્યારે આ મંદિરમાં પણ માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.