સુરતના ગોથાણ થી મકરપુરા સુધી 115 કીમીના રૂટ ઉપર 2 હજાર મેટ્રિક ટનના 58 કન્ટેનર સાથેની ગુડ્ઝ ટ્રેનનું સોમવારે સફળ પરીક્ષણ કરાયું હતું. ગુજરાતના તમામ બંદરો કંડલા, મુદ્રા, પીપાવાવને જોડતા માલસામાનની હેરાફેરી સરળ, સસ્તી અને સમય બચશે. DFCમાં યુરોપની જીએસએમ -આર ટેકનોલોજીનો ઉપયોગ થશે. જેના પગલે અકસ્માત સમયે અન્ય ટ્રેનના લોકો પાયલોટને એલર્ટ કરાશે