શહેરમાં 22 દિવસમાં જ ડેન્ગ્યુના 270 કેસ નોંધાયા છે. આ સરેરાશ પ્રમાણે ડેન્ગ્યુના રોજના 13 કેસ આવી રહ્યા છે. પાણીજન્ય રોગચાળામાં ટાઈફોઈડના 274 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે શહેરમાં ડેન્ગ્યુના 2164 કેસ નોંધાયા છે. જેમાંથી પૂર્વ ઝોનમાં સૌથી વધુ 445 કેસ નોંધાયા છે. 22 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 9 તથા ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઊલટીના 233, કમળાના 101, ટાઈફોઈડના 274 તથા કોલેરાના 7 કેસ નોંધાયા છે.