ભરૂચના મનુબર ગામે વેપારીએ સોશિયલ મીડિયાની જાહેરાતના આધારે ઇલેક્ટ્રિક લાઈટ ઓર્ડર કરી હતી. ઓર્ડર મુજબનું પાર્સલ ડિલિવર થયું ત્યારે તેને ખોલવામાં આવતા બોક્સમાંથી પથ્થર અને કચરો નીકળ્યો હતો. વેપારીને સમાન તો ઠીક ડિલિવરી ચાર્જનું પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવા સામનની લોકોને જાણ કરવા રીલ્સ બનાવી UNBOXING કરવામાં આવતા છેતરપિંડીનો કારસો કેમેરા સામે છતો થયો હતો.