ભાવનગર શહેરના મૂળ નેતા અને હાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ભાવનગરની મુલાકાતે હતા. તેમણે જણાવ્યું હતું કે, ICMR સાથે બેઠકમાં હાર્ટ એટેકના કેસો મામલે ચર્ચા કરી હતી. હાર્ટ અટેકના વધતા કેસો મામલે ICMRનું તારણ આવ્યું છે. સિવિયર કોરોના થયો હોય તેને થોડો સમય પરિશ્રમ ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. સિવિલયર કોરોના બાદ એક-બે વર્ષ પરિશ્રમ અને ભાગદોડથી દૂર રહેવું જોઈએ. આવા દર્દીઓએ હાર્ટ એટેકથી બચવા સખત મહેનત અને કસરતથી દૂર રહેવું જોઈએ