વડોદરા શહેરમાં આવેલ મંગળ બજારના કેટલાક વેપારીઓ દ્વારા VMC ના અધિકારીઓ સામે હપ્તાબાજીના આક્ષેપ થતા ચર્ચાનો વિષય બન્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હેરાનગતિના આક્ષેપ સાથે કેટલાક વેપારીઓએ 4 કલાક દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, વેપારીઓ અને પથારાના દબાણથી લોકો માહિતગાર છે અને છાશવારે પાલિકા અને વેપારીઓ વચ્ચે આ પ્રકારે ઘર્ષણ સર્જાતું રહે છે.