પ્રધાનમંત્રીએ સવારે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ ખેરાલુના ડભોડા (કેસરપુરા) ગામે પહોંચ્યા છે, પ્રધાનમંત્રીએ અહીંથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સાત જિલ્લાને સીધી રીતે સ્પર્શતા રૂ.5941 કરોડનાં વિવિધ 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.