પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયાના પ્રવાસ દરમિયાન વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલીઝંડી દેખાડી રહ્યા છે. હેરિટેજ ટ્રેન લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા સાથે દેશના ઐતિહાસિક વિરાસતના વરસાની ઝાંખી કરાવે છે. એકતાનગર રેલવે સ્ટેશનથી નોન સ્ટોપ અમદાવાદથી એકતાનગર રેલવે સ્ટેશન સુધી દોડશે સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે. દર રવિવારે ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેનમાં 4 કોચમાં 144 મુસાફરો બેસી શકશે. આ સાથે ટ્રેનમાં ડાઈનિંગ સહિતની સુવિધા પણ રખાઈ છે. 1 મુસાફરનું અંદાજિત 885 રૂપિયા ભાડું લેવાશે. આ ટ્રેનની સફર યાદગાર રહેશે