પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવા માટે મીરઝાપુર ગામમાં આવ્યા હતા. જેમાં ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો અને સાથે જ આંદોલન માટે બેસી ગયા હતા. જ્યાં સુધી પ્રોજેક્ટ સ્થગિત ન થાય ત્યાં સુધી આંદોલન કાર્યરત રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ આંદોલનને ગુજરાત ખેડૂત સમાજે સમર્થન આપ્યું છે.