આણંદ નગરપાલિકા વોર્ડ નં 3માં નલ સૈ જલ યોજના અંતર્ગત ઠેર ઠેર ખોદકામ કામગીરી હાથધરવામાં આવી રહી છે.ત્યારે પીવાના પાણીની ત્રણ જગ્યાએ ભંગાણ થતાં સમગ્ર વિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પાણી છે. શહેરના રોયલ પ્લાઝા, જૂની પાણી ટાંકી સહિતના વિસ્તારમાં તહેવાર પર જ બે દિવસથી દુષિત પાણી આવતાં રહીશોને બહારથી મંગાવવાનો ફરજ પડી રહી છે.