નડિયાદના સોડપુર ગામના મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 27 સપ્ટેમ્બરે બ્લડ કેમ્પ યોજાયો હતો. આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પ બાદ જમણવાર રાખવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને નડિયાદની જિલ્લા પંચાયત કચેરી બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ફરજ દરમિયાન નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે વાયરલ વીડિયોની અવર ચરોતર પુષ્ટી કરતું નથી. વીડિયોમાં દેખાતા તમામ કર્મચારીઓને પંચાયત કચેરી બોલાવી ખુલાસો માગ્યો છે.