સરકારની સાથે રેશનિંગ દુકાનના બંને એસોસિએશનની મીટિંગ મળી હતી. આ અંગે એસોસસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, દિવાળી પછી માગણીઓ 15 દિવસમાં ઉકેલાશે તેમ સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી છે. તેમજ બંને એસો.ના અગ્રણીઓએ ચર્ચા કરી નિર્ણય કર્યો છે. સરકાર સાથે બેઠક બાદ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ જણાવ્યું કે, એસોસિએશનની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય કરશે. તેમજ દિવાળી બાદ ફરીથી બેઠક કરશે અને તેમની માંગણી પર નિર્ણય કરવામાં આવશે. જેના માટે દુકાનદારોને અને ગરીબોનો નુકસાન ન થાય તેવો વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે.