ગાંધીનગરથી અમદાવાદના પ્રવાસ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સત્વરે સારવાર ઉપલબ્ધ બને તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન મહિલા બેભાન અવસ્થામાં હોય એક સ્થાનિક જાગૃત મહિલાએ પણ CPR આપી મહિલાનો જીવ બચાવવામાં મદદ કરી હતી. હાલ મહિલા સ્વસ્થ હોય હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.