સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક મેડીકલ એજન્સીમાં 11 દિવસ પહેલા રાત્રિના સમયે ગુજરાતના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. જેમાં નકલી દવા મળી આવી હતી. જેના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્રગ વિભાગના અધિકારીએ એજન્સીના માલિક સહિત ચાર સામે ફરિયાદ નોધાવી છે.