હંમેશાં પોતાની આગવી શૈલીમાં કામ કરવાની રીત અને પોતાનાં નિવેદનોથી ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચાનું વિષય બની રહેલા નેતા હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. AAPના નેતા ચૈતર વસાવા ગેરકાયદે ખેડાણની પ્રવુંતી અટકાવવાનું કામ કરી રહેલા વન વિભાગના બિટગાર્ડને ઘરે બોલાવીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત તેમણે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ દબંગ નેતા ગાયબ થઈ ગયા છે. પોલીસે હાલ તેમની પત્નીની અટકાયત કરી છે.