આજના ટેક્નોલોજીના જમાનાની સાથે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. પ્રોપર્ટી ટેક્સ દ્વારા મિલકતોની આકારણી હવે વેલ્યુએશન એપ મારફતે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેલ્યુએશન એપ તૈયાર કરવામાં આવી રહી છે. ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટરો સ્થળ ઉપર જઈને વેલ્યુએશન એપ મારફતે જ ઓનલાઈન એન્ટ્રી કરી અને ઓનલાઇન એપથી આકારણી કરશે. જેના પગલે ઝડપી અને સમયની બચત તેમજ પારદર્શિતા સાથે કામગીરી થશે. પ્રથમ વખત વેલ્યુએશન એપ દ્વારા પશ્ચિમ ઝોનથી શરૂઆત કરવામાં આવી છે.