વલસાડ જિલ્લાના ઉમરગામના દહેરી ખાતે આવેલી ટીશ્યુ પેપર બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા કામદારોમાં ફોડધામ મચી ગઇ હતી. કંપનીના તમામ કામદારોને સુરક્ષિત કરી ઘટનાની જાણ ઉમરગામ નગર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. આગ ઉપર કાબુ મેળવવા માટે 6 જેટલી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો . આગ લાગવાનું ચોક્કસ કરણ જાણી શકાયું નથી