બાપુનગર વેપારી એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, દિવાળી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે પહોંચી રહ્યા છે. જેથી બાપુનગર ચાર રસ્તા થી હનુમાન મંદિર તથા ઠક્કરબાપાનગર એપ્રોચ સુધી ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે તેમજ પોલીસનું પેટ્રોલિંગ સઘન કરવા સહિતની રજૂઆત કરી છે