સુરતમાં 16 ઓક્ટોબરથી ચાલી રહેલા અધ્યાપકોના આંદોલનનો ત્રીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે .ઇજનેરી અધ્યાપકો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ વિનંતી બદલી પ્રમોશન સેવા સળંગ તથા ઉચ્ચ અભ્યાસની મંજૂરી જેવા પડતર પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. હવે આગામી તારીખ 6 નવેમ્બરના રોજ તમામ અધ્યાપકો પોતાની કોલેજ ખાતે એક દિવસીય પ્રતીક ઉપવાસ કરી પોતાનો વિરોધ નોંધાવશે જો પડ તર પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.