આમ આદમી પાર્ટી સુરત મનપાના વિપક્ષ દંડક રચનાબેન હિરપરાએ કમિશ્નર શાલિની અગ્રવાલને લેખિત રજૂઆત કરી છે કે, સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ માં દરેક ફ્લોર પર જનરલ વોર્ડ આવેલા છે. આ જનરલ વોર્ડ ની કેપેસીટી અંદાજે 30 થી 32 બેડ સુધીની છે, તેની જગ્યા એ 40 થી 45 બેડ જેટલાં બેડ મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના લીધે બે દર્દીઓ વચ્ચે જગ્યા ના અભાવે સંભવિત ઇન્ફેક્શન પણ લાગવાની શક્યતાઓ રહેલી છે. સાથે 40-45 દર્દીઓ વચ્ચે માંડ એક નર્સિંગ સ્ટાફ પણ જાણવા મળ્યું છે. જેથી નર્સિંગ સ્ટાફ નું કામ નું ભારણ પણ વધી જાય છે