નવસારી જલાલપોરના મટવાડ ગામે આવેલી ખાનગી ઇન્સ્ટિટયૂટના સંચાલકો દ્વારા શૌચાલયની સગવડ યોગ્ય રીતે કરવામાં નહીં આવતા જાહેરમાં ગંદુ પાણી છોડાયું હતું. આ ગંદુ પાણી તળાવમાં ભરતા તળાવ પણ ગંધાઇ ઉઠ્યું હતું. આ તળાવમાં ગણેશ વિસર્જન થતું હોય ગ્રામજનોએ આ બાબતે ઇન્સ્ટિટયૂટના સંચાલકોને ફરિયાદ કરવા જતાં ઘર્ષણ થયું હતું. આ અંગે સામસામી ફરિયાદ પણ થઈ હતી.