મેઘરજના ભેમાપુરની સગીરા ગામમાં રાત્રિ દરમિયાન આખ્યાનના ધાર્મિક પ્રોગ્રામમાં ગઈ હતી અને ત્યારબાદ ઘરે પરત ન આવતાં સગીરાના પિતાએ મેઘરજ પોલીસમાં મથકે અપહરણ અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાના ચાર વર્ષ બાદ અરવલ્લી જિલ્લા એલસીબી અને મેઘરજ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સગીરાની હત્યા કરનાર સાત આરોપીઓને ચાર વર્ષ બાદ ઝડપી મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો.