અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર રાજ્યમાં પાંચ લાખ ગામ સુધી નિમંત્રણ માટે કમર કસી છે. અયોધ્યાથી આવેલ અક્ષત કળશ સાથે જગન્નાથ મંદિર જમાલપુરથી વિશ્વ હિન્દુ પરિષદ પાલડી કાર્યાલય અક્ષત કળશ યાત્રા નીકળી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ઘેર ઘેર દીપ પ્રગટાવવાનું આહવાન કરાયુ છે.