વડોદરા કોર્પોરેશન દ્વારા મેયરના હસ્તે આજરોજ કપૂરાઈ ચોકડીથી હાઇવે તરફ 19.03 લાખના ખર્ચે પાણીની નવીલાઈનનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્થાનિક કાઉન્સિલર અલકા પટેલે કહ્યું હતું કે, અગાઉ અનેક વખત અમે આ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરી છે. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર હોવા છતાં અમને આમંત્રણ મળ્યું નથી. વિપક્ષ બે મિનિટ મોડો પહોંચે તો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવે છે અને સાંસદ 20 મિનિટ વિલંબ કરે તો રાહ જોવાય છે. જ્યારે આ અંગે મેયર પિંકી સોનીએ કહ્યું હતું કે તમામ કાઉન્સિલરોને મોબાઈલ ફોનમાં મેસેજ થકી તથા સ્થાનિક કાઉન્સિલર ને કોલ થકી જાણ કરવામાં આવે છે. કોઈક કારણોસર તેમને જાણ કરવાની રહી ગઈ હોય તો હું પીએનું ધ્યાન દોરીશ.